🔥 ट्रेंडिंग आशापुर में दूल्हा मंगलेश रामनाथ पाल ने... मध्य प्रदेश वकफ बोर्ड ने यतीमों को दी... MP NEET PG 2026: DME ने भाग लेने वाले... महा अष्टमी पर मुख्यमंत्री सुवेन्दु अधि... कोलकाता पुलिस ने भीड़भाड़ में हुई दुर्... पश्चिम बंगाल में पति ने पत्नी व पिता क...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ચાંદખેડામાં સફળ કાર-૨૪ પાછળથી કોપર વાયરની ચોરી કર્યાના કિસ્સામાં રવીભાઈની ધરપકડ

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 20 अक्टू. 2026, 02:32 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચાંદખેડા પોલીસે સફળ કાર-૨૪ની પાછળ આવેલા ખેતરમાંથી કોપરના વાયરોની ચોરી કરનાર રવીભાઈ સ/ઓ નટવરભાઈ ગુલાબભાઈને પકડી પાડ્યું છે. આરોપી પાસેથી કુલ રૂ. ૧,૨૪,૦૦૦/-ના મુદ્દામાલનો કબ્જો લેવામાં આવ્યો છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” દ્વારા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૫(એ) અને ૩૩૧(૩) મુજબ ગુનો નોંધાયો છે. તારીખ 9/10/2026ના કલાક 12:15 થી 2:45 દરમિયાન ઝુંડાલ થી વૈષ્ણવી સર્કલ જતા સર્વિસ રોડ ની બાજુમાં સફળ કાર 24 ની પાછળ આવેલા સર્વે નંબર 317 ખેતરમાં આવેલ ઓરડી માંથી કોપર ના વાયર ની ચોરી થઈ હતી. આ ઘટનાની તપાસમાં પોલીસે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સના આધારે ચોરી કરનાર ઈસમને ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપી રવીભાઈ સ/ઓ નટવરભાઈ ગુલાબભાઈ (ઉંમર ૨૮ વર્ષ, ધંધો: છુટક મજુરી) ને ધરપકડ કરી છે. આરોપીનો રહેઠાણ ગણેશ મંદિરની પાછળ કાચા છાપરમા એમેઝોન ફ્રેસ ગોડાઉનની સામે ત્રાગડરોડ સાબરમતી પાસે છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં (૧) કોપરના વાયરો કુલ્લે વજન ૪૫ કિ.ગ્રા. જેની કિંમત રૂ. ૫૪,૦૦૦/- ગણી શકાય છે અને (૨) એક ઝુપીટર ટૂવ્હિલર મો.સા. જેનો આર.ટી.ઓ. નં. GJ-01-YN-9678 છે અને જેની આશરે કિંમત રૂ. ૭૦,૦૦૦/- છે. આમ, કુલ્લે રૂ. ૧,૨૪,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ પોલીસ કબ્જામાં લેવાયો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
📲Get App