🔥 TRENDING चंद्रगुप्त कोयला परियोजना में बाहरी गा... Woman Alerts Lover About Husband's Wal... Five Must‑Watch OTT Releases Launching... गामछ-भवानीपुरा के खेड़ा माताजी मंदिर म... डीडवाना-कुचामन में लाडनू तहसील के दशहर... Actor Yash urges viewers to watch Rama...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આઇ.ટી.આઇ, લીલીયા મોટા ખાતે તા. ૨૨ ઓક્ટોબરે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 20 Oct 2026, 01:10 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આઇ.ટી.આઇ, લીલીયા મોટા ખાતે તા. ૨૨ ઓક્ટોબરે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે

અમરેલી તા. ૧૯ ઓક્ટોબર
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલા માળે, અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુસર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી અને આઈ.ટી.આઈ., લીલીયાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી સ્વરોજગાર શિબિર તથા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળો તા. ૨૨/૧૦/૨૦૨૬ (ગુરુવાર) ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), લીલીયા મોટા ખાતે યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેનાર કંપનીઓ અને જગ્યાઓની વિગતો મુજબ ITM Skill Academy (ICICI Bank) માં રિલેશનશિપ મેનેજરની જગ્યા માટે લાયકાત ગ્રેજ્યુએટ (ઓછામાં ઓછા ૫૦%), ઉંમર ૧૮-૨૫ વર્ષ, પગાર રૂ. ૨૫,૦૦૦ અને કાર્યસ્થળ સમગ્ર ગુજરાત રહેશે. LIC ઓફ ઇન્ડિયા, અમરેલીમાં કેરિયર એજન્ટની જગ્યા માટે લાયકાત ૧૨ પાસ અથવા ગ્રેજ્યુએટ, ઉંમર ૧૮ થી વધુ, પગાર કમિશન બેઝ અને કાર્યસ્થળ અમરેલી જિલ્લો રહેશે. ઉપરાંત અમર ટ્રેક્ટર્સ, અમરેલીમાં વર્કશોપ ટેકનિશિયન (ફક્ત પુરુષ) ની જગ્યા માટે લાયકાત ITI મિકેનિક ડીઝલ, ઉંમર ૧૮-૨૫ વર્ષ, પગાર રૂ. ૯,૦૦૦ અને કાર્યસ્થળ અમરેલી જિલ્લો રહેશે.

આ ભરતીમેળામાં નોકરીદાતા તરફથી દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ નોંધાયેલ નથી. ભરતીમેળામાં ઉપસ્થિત થતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર (જે હોય તે), આધાર કાર્ડ તથા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સમયસર હાજર રહેવું. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો તેમ રોજગાર અધિકારી (સા.), અમરેલી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App