🔥 TRENDING सुपरिंटेंडेंट और एसडीपीओ ने भट्टाबाड़ी... 12 Retired Uttar Pradesh Police Office... BJP UP Chief Pankaj Chaudhary Meets Ra... ஏனாமில் ரூ.57.39 லட்சம் மதிப்பில் கான்... Uttar Pradesh Woman Killed After Rejec... Sikkim State Lottery Results Declared...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણામાં ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનથી અમદાવાદ તરફ જતી કિયા ગાડીમાંથી ૧૨૮૬ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 02:16 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા મહેસાણા-અમદાવાદ હાઇવે પર રાઈડ કરીને રાજસ્થાનથી આવતી એક કિયા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક રાજસ્થાનવાસીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

મહેસાણામાં-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતા ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શીવાલા સર્કલ નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ જતી એક કિયા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપત કરવામાં આવ્યો છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કિયા ગાડી (નંબર G.J.06.HD.0433) ધીણોજ તરફથી નીકળી મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી જઈ રહી છે અને તેમાં દારૂનો જથ્થો ભરેલો છે.આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.કાકરેચા અને એલ.સી.બી. સ્ટાફે શીવાલા સર્કલ ખાતે રેડ કરીને ગાડીને રોકી હતી..

પોલીસ દ્વારા ગાડીમાં લગાવેલી નંબર પ્લેટની તપાસ કરતાં એન્જીન અને ચેસીસ નંબર મિલેતું નથી, જેથી તે ખોટી નંબર પ્લેટ હોવાનું સાબિત થયું છે. ગાડીમાંથી કુલ ૧૨૮૬ બોટલ અને ટીન (૪૨૫.૭૦૦ લિટર) વિદેશી દારૂ મળી આવ્યો છે, જેની કિંમત રૂ. ૫,૩૭,૩૬૦/- છે. આ ઉપરાંત, ગાડીની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-, એક મોબાઇલ ફોનની કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને ગાડીમાંથી મળી આવેલી બીજી નંબર પ્લેટ (G.J.08.DP.6712) સાથે કુલ રૂ. ૧૫,૪૭,૩૬૦/-નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે.આ ઘટનામાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના દાવલ ગામના રહેવાસી માલારામ માધારામ ધુખલા (ઉંમર ૫૫ વર્ષ, જાત-બિશ્નોઈ) ને પકડી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે દારૂનો માલ ભરી આપનાર રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ધોરીમન્ના ગામના રહેવાસી જાટ જગદીશ બાબુલાલ અને અમદાવાદ ખાતે રહેતા મહેન્દ્રભાઈ (પૂર્ણ નામ-સરનામું અજાણ્યું) હોવાનું ધ્યાનમાં આવ્યું છે, જેઓ હજુ સુધી પકડાયા નથી.આ બંને આરોપીઓ હજુ સુધી પોલીસના હાથમાં નથી..

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (મહેસાણા) ની સૂચના પર પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયા,હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી,પોલીસ કોન્સ્ટેબલ વિશ્વનાથસીંહ પ્રતાપસીંહ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.કાકરેચા,પોલીસ કોન્સ્ટેબલ મનુજી ફતેસીંહ,પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર દેવજીભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ,પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી,પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી,પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસીંહ વખતસીંહ આ કાર્યમાં મહત્વનો ભૂમિકા ભજવી છે.આરોપી વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ ૬૫(એ), (ઈ),૮૧,૮૩,૯૮(૨),૧૧૬(બી) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૪૦(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App