🔥 TRENDING पहले चरण में 6 पंचायत समितियों में 22... Drug-Resistant Bacteria Detected in Po... Meghalaya CM inaugurates foundation st... Lawrence Bishnoi Gang Back in Spotligh... Flag Hoisted on Mahakaleshwar Temple P... Arun Ganesha Dhurde Arrested After Fou...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વિજયાદશમી પર શસ્ત્ર, વાહન અને ઘોડાનું પૂજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 05:56 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં વિજયાદશમીના પાવન પર્વે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શસ્ત્રો, પોલીસ વાહનો, ઘોડા અને ડોગનું પૂજન કરવામાં આવ્યું.જિલ્લા પોલીસ વડા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓએ ધાર્મિક વિધિ સાથે નાગરિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી..

સાબરકાંઠામાં-:
વિજયાદશમીના પાવન પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધાર્મિક અને પરંપરાગત વાતાવરણમાં થઈ.આ પ્રસંગે પોલીસ દ્વારા શસ્ત્રો, પોલીસ વાહનો, ઘોડા અને ડોગનું પૂજન કરવામાં આવ્યું હતું..

આ વિધિમાં જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.માતા જગદંબાના ચરણોમાં શીશ નમાવીને ધાર્મિક વિધિ સાથે શસ્ત્રો અને અન્ય સાધનોનું પૂજન કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે નાગરિકોની સુરક્ષા, સેવા અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. પોલીસ બળે આ પરંપરાગત કાર્યક્રમ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સમાજની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
📲Get App