🔥 TRENDING :* 1. भेल मैदान में सबसे बड़ा रावण -... बिलासपुर में पुलिस ग्राउंड 57 सालों से आस्था का केंद्र बना द्वालख... खोली चौक में टूटे बिजली तार से दो कुत्... रबी फसल की बुवाई के बीच सिंगवाड़ा सहका... यदुनंदन नगर में तिफ़रा, मिथलेश्वरी सेन...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધાંગધ્રા વિરમગામ હાઇવે પર તિરંગા સર્કલ નજીક આઇસર ગાડી બેકાબૂ બની, સદનસીબે જાનહાનિ ટળી

✍️ Reporter: Gilani Asikali 🗓 20 Oct 2026, 02:28 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધાંગધ્રા વિરમગામ હાઇવે પર તિરંગા સર્કલ નજીક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાછળની સાઇડમાં ટાઇલ્સ ભરીને ધાંગધ્રા તરફથી આવતી અને અમદાવાદ તરફ આવી રહેલી આઇસર ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ચોકડીમાં ખાબકી હતી.
મળતી માહિતી મુજબ, આઇસર ગાડી નંબર GJ36V 9329 ટાઇલ્સ ભરીને પસાર થઈ રહી હતી. તે દરમિયાન તિરંગા સર્કલ નજીક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાછળની સાઇડમાં ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ચોકડીમાં ખાબકી હતી.આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ભરચક માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
રિપોર્ટર આસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App