Religion
દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લીધી અદાણી દંપતીએ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ નવરાત્રીના અવસરે ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લઈ પૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ નવરાત્રીના પાવન અવસરે રવિવારે (18 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાતમાં ધરમપુરમાં આવેલા ‘શ્રીમદ રાજચંદ્ર મિશન’ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પૂજ્ય ગુરુદેવ રાકેશજીને મળીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
પ્રક્ષાલન વિધી કરવાનો અનુભવ અત્યંત ભાવપૂર્ણ હોવાનું ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “પ્રીતિ અને મેં ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજી સાથે ખૂબ આધ્યાત્મિક ક્ષણો વિતાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશ્વની સૌથી ઊંચી શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના ચરણ પૂજનીય ભાવે ચરણ ધોવાની પ્રક્ષાલન વિધી કરવાનો અનુભવ અત્યંત ભાવપૂર્ણ હતો.”
મુલાકાત દરમિયાન પૂજ્ય ગુરુદેવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાધના અને સેવા એકબીજા સાથે જોડાયેલી છે. તેમણે વ્યક્તિના જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ વિશાળ જનકલ્યાણ માટે કરવા બાબત પણ માર્ગદર્શન આપ્યું હતું.
અદાણી દંપતીએ આશ્રમના ધ્યાન અને આધ્યાત્મિક પ્રવચન સંકુલ ‘રાજ સભાગૃહ’માં યોજાયેલા સત્સંગમાં પણ ભાગ લીધો હતો, જ્યાં પૂજ્ય ગુરુદેવે માનવ જીવનના ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક સાધનાના મહત્વ વિશે વાત કરી હતી. વધુમાં, વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા અને સામાજિક કાર્યોમાં યોગદાન આપી રહેલા મિશનના યુવા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ અદાણીએ સંવાદ કર્યો હતો.