🔥 TRENDING ગરબાના સસ્તા પાસની લાલય આપી છેતરપિંડી... बीकानेर के नोखा में लाखों के जेवर और न... Digital Tourist Guide Kiosks Installed... Chickaballapur Farmers Receive 90% Sub... College Education Department launches... Small Irrigation Dept Strengthens Bund...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના મીરાખેડી ગામે અષ્ટમી પુજા નિમિત્તે અગિયાર કુંડી યજ્ઞ તથા ધર્મસભા કરવામાં આવી હતી.

✍️ Reporter: Pankaj Pandit 🗓 19 Oct 2026, 06:54 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના મીરાખેડી ગામે અષ્ટમી પુજા નિમિત્તે અગિયાર કુંડી યજ્ઞ તથા ધર્મસભા કરવામાં આવી હતી.

દાહોદ જીલ્લાના સામાજીક આગેવાન અજીતદેવ પારગી અથિતિ વિશેષ તરિકે હાજરી આપી હતી અને ધર્મ સભાને સંબોધી હતી.

જાગૃતિ ધામ વગેલાના ભક્તોની ટીમે આ અગિયાર કુંડી યજ્ઞને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.

દાહોદ તા. ૧૯/૧૦/૨૦૨૬ ગુરુ ગોવિંદ તાલુકા ના મીરાખેડી ગામે આજરોજ તળાવ ફળિયામાં જય અંબે નવયુવક મંડળના તત્વવધાનમા શ્રી દિનેશભાઈ ડાંગી, શ્રી કિરણભાઈ ડાંગી, શ્રી નગીનભાઈ ચરપોટ તથા શ્રી અરવિંદભાઈ પરમાર તેમજ મીરાખેડી ગામના આગેવાનોએ ગામના માં ભગવતી અંબાજીના મંદિરે નવરાત્રી પર્વે અષ્ટમી હોમ હવનના ભાગરૂપે આ સરસ મઝાનુ આયોજન કર્યું હતુ. માતા બહેનો વડીલો ગામના સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ધર્મ સભાને સંબોધતા શ્રી અજીતદેવ પારગીએ વ્યસન મુક્ત સમાજ રચવા માટે યુવાનો અને વડીલોને આગળ આવવા આહ્વાન કર્યું હતું શિક્ષણથી યુક્ત અને વ્યસ્ત થી મુક્ત યુવાપેઢી ધર્મ સમાજ અને રાષ્ટ્ર કાર્ય માટે આગળ આવશે તો જ સાચી રીતે સમાજ સક્ષમ બનશે માતાજી આપણા સૌને એ માટે પ્રેરિત કરે અને શક્તિ પ્રદાન કરે. કાર્યક્રમ બાદ સૌ એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
📲Get App