🔥 TRENDING બનાસકાઠા જિલ્લા ના શિહોરી ગામમાં શ્રી... Toling but no tras जयपुर के महेश नगर थाना क्षेत्र में एक... Mizoram Congress Calls for Transparenc... CJP Legal Head Ratna Singh Voices Disp... Muslim Leader Sharif Patel Entrusted w...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીની આસ્થા સોસાયટી ખાતે આસ્થા ગરબી મંડળ દ્વારા નવમા નોરતે મહા આરતી અને ગરબાની રમઝટ, નાની બાળામાં માતાજીના દિવ્ય દર્શન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Oct 2026, 10:20 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીની આસ્થા સોસાયટી ખાતે આસ્થા ગરબી મંડળ દ્વારા નવમા નોરતે મહા આરતી અને ગરબાની રમઝટ, નાની બાળામાં માતાજીના દિવ્ય દર્શન



અમરેલી, તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬
અમરેલી શહેરની આસ્થા સોસાયટી ખાતે આસ્થા ગરબી મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે માં જગદંબાની નવલી નવરાત્રીનું અનેરું આયોજન થતું આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક નોરતે ભક્તિભાવ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો.

આજે માં જગદંબાની નવલી નવરાત્રીનું નવમું નોરતું હોય આસ્થા ગરબીમાં આયોજકો દ્વારા માં જગદંબાની મહા આરતી સાથે અદ્ભુત ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. મહા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

આ અવસરે નાની બાળાને માં જગદંબાનો અદ્ભુત શણગાર કરાવવામાં આવ્યો હતો. લાલ ચૂંદડી, ચણીયાચોળી, ફૂલોના હાર, ચાંદલો અને દિવ્ય આભૂષણોમાં સજ્જ બાળાને જોઈને એવું પ્રતીત થતું હતું કે જાણે માં જગદંબા સાક્ષાત ગરબે ઘૂમવા પધાર્યા હોય. આ અલૌકિક દૃશ્ય નિહાળીને સર્વે ભાવિકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને ભક્તિભાવથી તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ અવસરે વોર્ડ નં 11 ના સુધરાઈ સભ્ય દિલાભાઈ વાળા,વિદુરભાઈ , સંગીતા બેન અને હરેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ આયોજન આસ્થા સોસાયટી, કાનાણીની વાડી પાસે કરવામાં આવેલ હતું. આસ્થા ગરબી મંડળના આયોજકો, યુવાનો અને સોસાયટીના રહેવાસીઓના અથાક પરિશ્રમ અને સહયોગથી આ નવરાત્રી મહોત્સવ દર વર્ષે વધુ ને વધુ ભવ્ય અને યાદગાર બની રહ્યો છે.

*રિપોર્ટ : ગૌરાંગ સોઢા, અમરેલી*
📲Get App