🔥 ट्रेंडिंग Breaking News બાબરા માં તોરણ ખરીદવાના બહાને ૧.૫૦ લાખ... જાનબાઈ (દેરડી) ગામમાં સગીરાનું અપહરણ:... महाराष्ट्र के डिप्टी सीएम अनंत शिंदे क... અમરેલીમાં માતાને ઘરમાંથી કાઢી નહીં મૂક... માલપુર ખાતે કુળદેવી કાત્યાયની માતાજી ન...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર તાલુકાના પુરાલ ખાતે સ્વ. હાર્દિકસિંહની સ્મૃતિ પ્રવેશદ્વારનું લોકાર્પણ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 19 अक्टू. 2026, 09:40 AM 👁 38
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં સ્વ. હાર્દિકસિંહની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે નિર્મિત પ્રવેશદ્વારનું સાંસદ શોભના બારૈયા અને ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના પુરાલ ગામ ખાતે સ્વ.હાર્દિકસિંહની પાવન સ્મૃતિને ચિરંજીવ રાખવાના ઉમદા ભાવ સાથે નિર્મિત સ્મૃતિ પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સાંસદ શોભના એમ. બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ ઉત્સવમય પ્રસંગે સ્વ. હાર્દિકસિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની પવિત્ર સ્મૃતિને નમન કરવામાં આવ્યું. આ પ્રવેશદ્વારનું નિર્માણ માત્ર એક સ્થાપત્ય નહીં, પરંતુ તેમની યાદોને જીવંત રાખવાની એક કોશિશ છે.વ્યક્તિ ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમની યાદો, તેમનો સ્નેહ અને તેમની સાથે જોડાયેલી સ્મૃતિઓ હંમેશાં હૃદયમાં જીવંત રહે છે. આ પ્રવેશદ્વાર દ્વારા સ્વ. હાર્દિકસિંહની સ્મૃતિને સદાચિર રાખવામાં આવશે, જે સ્થાનિક લોકો માટે ગૌરવની વાત છે.
📲Get App