🔥 TRENDING স্থানীয় সামাজিক কাজের উদ্যোগের সূচনা સુરતના કામરેજમાં આહીર સમાજે નવરાત્રી મ... जमुई में दो बाइकों की टक्कर: झारखंड पु... ગુજરાતમાં મહેસૂલી વહીવટ તેમજ આપત્તિ વ્... બારડોલી મઢી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિ... દહેગામમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશન...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

પુરુષોત્તમનગરમાં યુવકોના સર્જિત 'ગબ્બર' પ્રતિકૃતિથી ભવ્ય નવરાત્રી મહોત્સવ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Oct 2026, 05:10 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પુરુષોત્તમનગર (નાદરી પેથાપુર) માં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગામના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અપ્રતિમ 'ગબ્બર' પ્રતિકૃતિએ સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ સર્જ્યો, જ્યાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ માં જગદંબાના દર્શન-અર્ચન કર્યા..

આજે પુરુષોત્તમનગર (નાદરી પેથાપુર) મુકામે ભવ્ય 'નવરાત્રી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે માં જગદંબાના દર્શન-અર્ચન માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આદ્યશક્તિની અસીમ કૃપાથી આ મહોત્સવમાં સહભાગી બનવાનો દિવ્ય અવસર મળ્યો હતો..

આ મહોત્સવની વિશિષ્ટતા એ હતી કે ગામના ઉત્સાહી યુવકો દ્વારા અપ્રતિમ ભક્તિભાવ અને અદ્ભુત સર્જનાત્મકતાથી 'ગબ્બર'ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. યુવકોની ધાર્મિક ભાવના, અથાગ મહેનત અને કલાત્મક સૂઝબૂઝને હૃદયપૂર્વક બિરદાવી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ પ્રતિકૃતિએ મહોત્સવને વધુ રંગીન બનાવ્યું હતું..

ધાર્મિક આસ્થા ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ એકતાના સુંદર સમન્વય સમાન આ મહોત્સવમાં સમગ્ર ગામમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.આ શુભ અવસરે મંદીપભાઈ પ્રજાપતિ,સરપંચ પરેશસિંહ રાઠોડ,અશ્વિનભાઈ લીંબાચીયા,જયેશસિંહ ચૌહાણ,વિપુલભાઈ પંચાલ,નંદકિશોરભાઈ વૈદ સહિત સ્થાનિક અગ્રણીઓ અને યુવા સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે માં ભગવતી સૌનું કલ્યાણ કરે અને સર્વે પર પોતાની અસીમ કૃપા વરસાવતી રહે એવી પ્રાર્થના કરવામાં આવી છે.
📲Get App