🔥 TRENDING తణుకు మున్సిపాలిటీ 34 నుండి 44 వార్డుల... తణుకు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతా... बाली विधानसभा क्षेत्र के प्रभारी नियुक... Tiger Shroff Shooting Case: New Update... Veteran BJP Leader LK Advani Discharge... Rashmika Mandanna Calls Herself Telang...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ભોઈવાડામાં નવરાત્રી: આઠમા નોરતે ગરબાની રમઝટ, મોડી રાતના દાંડિયા રાસની પરંપરા હવે માત્ર સ્મૃતિમાં જીવંત

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 19 Oct 2026, 12:20 PM 👁 104
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભોઈવાડામાં નવરાત્રી: આઠમા નોરતે ગરબાની રમઝટ, મોડી રાતના દાંડિયા રાસની પરંપરા હવે માત્ર સ્મૃતિમાં જીવંત

લુણાવાડાના ભોઈવાડામાં નવરાત્રી પર્વની આઠમા નોરતાની ભવ્ય ઉજવણી DJ ના તાલે કરવામાં આવી. માતાજીની મહાઆરતી બાદ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

આ પ્રસંગે 80-90 ના દશકાની વાત યાદ કરતા વડીલોએ જણાવ્યું કે, પહેલા નવરાત્રીમાં ભોઈવાડામાં મોડી રાત્રે 12 કલાકે આરતી બાદ દાંડિયા રાસની રાહ જોતો યુવા વર્ગ અનેરા ઉત્સાહમાં રહેતો. 12 વાગ્યા બાદ શરૂ થતા અસલી દાંડિયા રાસમાં આખું ભોઈવાડું એક તાલે ઘૂમતું.

પરંતુ સમય બદલાતા હવે તે દાંડિયા રાસની રમઝટ લુપ્ત થઈ ગઈ છે, ખાલી સ્મૃતિ જ જીવંત રહી છે. આજે DJ ગરબા તો છે, પણ જૂની પરંપરાની મજા હવે જોવા મળતી નથી, તેમ વડીલોએ જણાવ્યું હતું.
📲Get App