🔥 TRENDING తణుకు మున్సిపాలిటీ 34 నుండి 44 వార్డుల... తణుకు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతా... बाली विधानसभा क्षेत्र के प्रभारी नियुक... Tiger Shroff Shooting Case: New Update... Veteran BJP Leader LK Advani Discharge... Rashmika Mandanna Calls Herself Telang...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

નવાગામ ઘેડમાં સમાધાન બેઠકમાં થયેલ લોહિયાળ અથડામણ

✍️ Reporter: Vikram Pata 🗓 19 Oct 2026, 12:07 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવાગામ ઘેડમાં યોજાયેલી સમાધાન બેઠક દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં અનેક લોકોને ઇજા થઈ

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગરબી જોવા જતી વખતે થયેલી બોલાચાલીનું સમાધાન કરાવવાના પ્રયાસ દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. તા. 17 ઑક્ટોબરની મોડી રાત્રે હનુમાન મંદિર નજીક બનેલી આ ઘટનામાં લોખંડના પાઇપ, પાવડાના હાથા અને લાકડાના ધોકા વડે હુમલાના આક્ષેપો થયા હતા. બંને પક્ષના ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જેમાં હિતેશભાઈને માથામાં આશરે 14 ટાંકા લેવા પડ્યા હતા. બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક પક્ષના ઉમેશ રણછોડભાઇ લોલડીયા, રિતેશ ઉર્ફે રિટો રણછોડભાઇ લોલડીયા તથા મયુર રાજેશભાઇ બાવરીયા સહિત ત્રણ શખ્સો અને બીજા પક્ષના નિતીન અશોકભાઇ શિંગાળા, હિતેસ અશોકભાઇ શિંગાળા, દિનેશ શરદભાઇ શિંગાળા તથા કારો ઉર્ફે બાપાસીતારામ સહિત ચાર શખ્સો મળી કુલ સાત શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App