મહીસાગર પોલીસની મોટી સફળતા: ગરીયા હત્યા કાંડનો ભેદ ઉકેલાયો, પ્રેમી-પંખીડા જેલ ભેગા

નમસ્કાર, મહીસાગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લાની પોલીસને મળી છે મોટી સફળતા... લુણાવાડા તાલુકાના ગરીયા ગામે થયેલી ચકચારી હત્યાનો ભેદ... પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે.
થોડા દિવસો પહેલા... ગરીયા ગામે પ્રવીણ વણકર નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ... ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી... તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
અને તપાસમાં જે સત્ય બહાર આવ્યું... તે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે.
પ્રવીણ વણકરની હત્યા... અન્ય કોઈએ નહીં... પરંતુ તેની પોતાની પત્ની મનીષા વણકર... અને તેના પ્રેમી કોલવણના હિતેશ પટેલે... મળીને કરી હોવાનો ખુલાસો થયો છે.
પ્રાથમિક તપાસ મુજબ... પ્રેમી હિતેશે તેની પ્રેમિકા મનીષાને મોબાઈલ ફોન લઈ આપ્યો હતો. પત્ની પાસે આ ફોન જોઈ જતા... પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ જ ઝઘડાનો બદલો લેવા... પત્ની અને તેના પ્રેમીએ... ઘરમાં જ લાકડી અને કપડાં ધોવાના ધોકા વડે... પ્રવીણ વણકર પર જીવલેણ હુમલો કરી... તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. અને પુરાવાનો નાશ કરવા... મૃતદેહને ઘરની બહાર ફેંકી દીધો હતો.
હાલ... મહીસાગર પોલીસે બંને મુખ્ય આરોપી... પત્ની મનીષા વણકર અને પ્રેમી હિતેશ પટેલની ધરપકડ કરી... આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.