Religion
પાલના વૈભવ લક્ષ્મી રો હાઉસમાં મહાઅષ્ટમીની ઉજવણી, નાના ભૂલકાઓએ ગરબામાં ભાગ લીધો
પાલના વૈભવ લક્ષ્મી રો હાઉસમાં નવરાત્રીના આઠમા દિવસે મહાઅષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મા મહાગૌરીની પૂજા કરીને વડીલો અને નાના બાળકોએ સાથે મળીને ગરબા રમ્યો હતો.
પાલના વૈભવ લક્ષ્મી રો હાઉસમાં નવરાત્રીના આઠમા દિવસે મહાઅષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજા-પાઠ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવી હતી, જે શાંતિ, પવિત્રતા, કરુણા અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
આઠમના દિવસે વડીલોથી લઈને નાના ભૂલકાઓ સુધી સૌએ સાથે મળીને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. છ માસના બાળક શ્રેયાન સહિત હયાન, ધ્યાન, ધાત્રી, મિસુ, દ્રિશુ અને જીયાન જેવા અનેક નાના ભૂલકાઓએ ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો. આ ઉજવણી દરમિયાન પરિવારના સભ્યોએ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.