🔥 ट्रेंडिंग रात 7 बजे तक चेन्नई में तेज़ बारिश की... तमिलनाडु ने माल परिवहन को तेज़ करने के... कोलकाता दुर्गा पूजा में हुई भीड़भाड़ क... कोलकाता में भीड़भाड़ में 19 मौतें, मुख... बिहार ने पूर्वी भारत में फीडर‑लेवल सौर... महाराष्ट्र के सीईओ ने फॉर्म‑6 से प्रथम...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બાબરામાં ગેરકાયદેસર ફ્યુઅલ પંપ પરથી ૫૦૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી ઝડપાયું

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 19 अक्टू. 2026, 12:02 AM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા તાલુકાના ઉંટવડ ગામ નજીક ગેરકાયદેસર રીતે ચાલતા ફ્યુઅલ પંપ પરથી પોલીસે ૫૦૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી તથા વાહન સહિત કુલ રૂ. ૯.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાબરા તાલુકાના ઉંટવડ ગામ નજીક આવેલી નંદની હોટલ પાસે ગેરકાયદેસર રીતે ધમધમતા એક ફ્યુઅલ પંપ પરથી મોટા પાયે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો તથા વાહન સહિત કુલ રૂ. ૯.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપાતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ખુલાસો થયો છે.

મળતી વિગતો અનુસાર, ઉંટવડ સીમમાં નંદની હોટલ પાસે આવેલ 'DASTAK DROP IN FUEL' નામના પંપના સંચાલક પ્રિન્સભાઈ ભીખાભાઈ છાવણી (રહે. ગંગાભુવન, જસદણ) પોતાના હવાલાવાળા ડિસ્પેન્સર પંપ ખાતે બે ટાંકામાં શંકાસ્પદ પેટ્રોલિયમ મિશ્રિત પ્રવાહી રાખીને છૂટક વેચાણ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન પંપ પર પ્રથમ ટાંકામાંથી આશરે ૩૫૦૦ લીટર તથા બીજા ટાંકામાંથી ૧૫૦૦ લીટર મળી કુલ ૫૦૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું હતું.

આ ઉપરાંત, ફ્યુઅલ ભરવા માટે ઉપયોગમાં લેવાતો આઈસર કંપનીનો હરતો-ફરતો ટાંકો પણ મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. ૯,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સંચાલક પાસે સરકારી ધારાધોરણ મુજબના જરૂરી લાઇસન્સ, મંજૂરીઓ કે આધારભૂત પ્રમાણપત્રો મળી આવ્યા નહોતા.

જપ્ત કરાયેલું પ્રવાહી વાસ્તવમાં ડીઝલ, એલ.ડી.ઓ., બાયોડીઝલ કે અન્ય કોઈ ખતરનાક જ્વલનશીલ પદાર્થ છે કે કેમ તેની ડેન્સિટી અને રાસાયણિક ગુણધર્મો જાણવા માટે નમૂના લઈ એફ.એસ.એલ. (FSL) ખાતે મોકલવામાં આવ્યા હતા. આ ગેરકાયદે સંગ્રહ અને વેચાણ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
📲Get App