એક સપના, બાર રસ્તે, એક મંઝિલ
આજે સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે **“એક સપના, બાર રસ્તે, એક મંઝિલ”**ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ૧૨ વિદ્યાર્થી ક્લબોનું યુનિવર્સિટીના ચેરમેન અને માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉદ્ઘાટન કર્યું.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલા આ ક્લબો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, સંશોધન, નવીનતા, પર્યાવરણ સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, નેતૃત્વ અને સામાજિક સેવાકાર્યો જેવા વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સશક્ત મંચ બની રહેશે.
આ પ્રસંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્લબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આધુનિક ટેક્નોલોજીના યુગમાં આ ક્લબ વિદ્યાર્થીઓને AI, મશીન લર્નિંગ, ડિજિટલ ટેક્નોલોજી અને નવીન સંશોધન ક્ષેત્રે આગળ વધવાની તકો પૂરી પાડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં આવી યુવા પ્રતિભાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, નેતૃત્વ અને સામાજિક જવાબદારીના ગુણોનું સિંચન કરનારું હોવું જોઈએ. આ ૧૨ ક્લબો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ સાથે તેમને ભવિષ્યના સક્ષમ નેતાઓ બનવા પ્રેરિત કરશે.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિશ્રી - શ્રી વીસી રાવ, રજિસ્ટ્રારશ્રી -શ્રી ચેતનસિંહ, ચેતનાબેન રાજપુત, શ્રીમતી ભીખીબા રાજપૂત, નિયતિબેન , સ્મિતાબેન પંચાલ,
પ્રાધ્યાપકગણ, ક્લબ સંયોજકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.
આજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જ આવતીકાલના વિકસિત ભારતના સશક્ત નિર્માતા બનશે.