🔥 TRENDING Breaking News સલડી ગામમાં યુવકને લાકડીથી માર અને જાન... Breaking News બાબરા માં તોરણ ખરીદવાના બહાને ૧.૫૦ લાખ... જાનબાઈ (દેરડી) ગામમાં સગીરાનું અપહરણ:... महाराष्ट्र के डिप्टी सीएम अनंत शिंदे क...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ ટાઉન પોલીસની કાર્યવાહી ડૂમાણા રોડ પરથી જાહેરમાં જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો

✍️ Reporter: Gilani Asikali 🗓 19 Oct 2026, 10:00 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ડૂમાણા રોડ પર જાહેરમાં જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વિરમગામના ડુમાણા રોડ તરફ જતા રસ્તા પર જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન જનકસિંહ ઉદેશી ચાવડા (રહે. વિરમગામ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 2,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વિરમગામ ટાઉન પોલીસની આ કાર્યવાહીથી જાહેરમાં જુગાર રમતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App