🔥 TRENDING বিজেপি এন্টালি মন্ডল সভাপতি প্রশান্ত দ... శోభనాద్రిపురం: శ్రావణ్ కుమార్ గారు దసర... रामकृपाल यादव ने जगनपुरा में कन्या पूज... Uttarakhand Man Evades Traffic Ticket,... Emirates Flight to Dubai Delayed at De... Uddhav Thackeray Criticizes Delhi Prot...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોડાસાની શી ટીમે નવરાત્રી પર બહેરા-મૂંગા બાળકોની શાળામાં રાસ-ગરબા અને સુરક્ષા માર્ગદર્શન આપ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Oct 2026, 01:54 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિલા પોલીસ સ્ટેશન,મોડાસાની શી ટીમે નવરાત્રીના પાવન પર્વમાં બહેરા-મૂંગા બાળકોની શાળા અને આઈ.ટી.આઈ.ની મુલાકાત લઈને રાસ-ગરબા, તિથિ ભોજન અને 112 ઇમરજન્સી હેલ્પલાઇન વિશે માર્ગદર્શન આપ્યું..

અરવલ્લીના-:
મોડાસાની મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમે નવરાત્રીના પાવન પર્વની ઉજવણીમાં બહેરા-મૂંગા બાળકોની શાળા અને આઈ.ટી.આઈ.ની મુલાકાત લીધી.ટીમે બાળકો સાથે રાસ-ગરબા રમ્યો અને તિથિ ભોજન પીરસ્યું.

સાથે જ બાળકો અને સંસ્થાના સ્ટાફને મહિલા શી ટીમની કામગીરી અને મહિલા સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.112 ઇમરજન્સી હેલ્પલાઇન અને મહિલા શી ટીમનો સંપર્ક કરવા માટેની માહિતી આપવામાં આવી અને સામાજિક જાગૃતિ માટે પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું.

સેવા, સુરક્ષા અને સંવેદનશીલતાના સમન્વય સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરી શી ટીમની સરાહનીય કામગીરીએ મહિલા સુરક્ષા અને સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવ્યો.
📲Get App