🔥 ट्रेंडिंग ધોરાજીમાં વૃદ્ધો-દિવ્યાંગોના કેમ્પમાં... *पंचायत चुनाव विशेष कवर- ग्राम पंचायत... मथुरा पशु चिकित्सालय में PG डिप्लोमा औ... गया, बिहार में 95वां दुर्गा महोत्सव बड... વિવિધ વિકાસકાર્યોનું કેબિનેટ મંત્રીશ્ર... राजस्थान ने भारत के प्रथम डिजिटल वन स्...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડમાં રણકાર નવરાત્રી મહોત્સવમાં અધિકારીઓએ અંબા સમક્ષ પ્રાર્થના..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 अक्टू. 2026, 12:14 PM 👁 70
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં યોજાયેલ રણકાર નવરાત્રી મહોત્સવમાં એસ.પી. ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લાની એન્ડ સેશન્સ જજ અને પોલીસ કર્મચારીઓએ અંબા દેવી સમક્ષ પ્રાર્થના કરી..

સાબરકાંઠાના-:
હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડમાં આયોજિત ‘રણકાર નવરાત્રી મહોત્સવ’માં સાબરકાંઠા જિલ્લા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આ પવિત્ર પ્રસંગમાં સાબરકાંઠા એસ.પી. ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલએ આદ્યશક્તિની ભાવપૂર્વક આરતી ઉતારી દર્શન-અર્ચન કરવાનો અવસર મેળવ્યો.સમગ્ર પોલીસ પરિવારે અને જિલ્લાની એન્ડ સેશન્સ જજ સાથે મળીને અંબા દેવી સમક્ષ પ્રાર્થના કરી,જેથી જિલ્લાની શાંતિ,સુરક્ષા અને સુખ-સમૃદ્ધિ માટે આર્શીવાદ મળે..

આ પ્રાર્થનાનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અને સમાધાનની ભાવના મજબૂત કરવો હતો, તેમજ નવરાત્રી ઉત્સવની ધાર્મિકતા અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રકારની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું મહત્વ ભારપૂર્વક જણાવ્યું અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી.
📲Get App