Local
પ્રાંતિજની અંબિકા કિરાણા સ્ટોરમાં આગ, બાજુની દુકાન પણ લપેટમાં..
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કાટવાડ પાસે આવેલી અંબિકા કિરાણા સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે..
સાબરકાંઠાના-:
પ્રાંતિજ તાલુકામાં કાટવાડ પાસે આવેલી અંબિકા કિરાણા સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.કરિયાણાની આ દુકાનમાં આગ લાગતાં વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી હદે પ્રસરી હતી કે કરિયાણાની દુકાન ઉપરાંત બાજુમાં આવેલી દુકાન પણ આગની લપેટમાં આવી ગઈ હતી..
ઘટનાની જાણ થતાં પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી.આગ વધુ પ્રસરતાં હિંમતનગર ફાયર વિભાગની બે ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી જોવા મળી હતી.