🔥 TRENDING Gold Prices Rise Slightly in Mysuru Ma... Registered Motor Driving Schools Offer... Water Level Rises in Kapila River at N... KSRTC to Install New Vehicle Tracking... फुलकाहा के मानिकपुर सीमा पर भारत‑नेपाल... Mysore opens three main roads for publ...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવરાત્રિમાં ગરબાને બદલે ભવાઈ અને નાટકોની અનોખી પરંપરા

✍️ Reporter: Gilani Asikali 🗓 18 Oct 2026, 03:35 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામા આવેલ જુનાપાધર ગામમા ૫૦૦ વર્ષથી વધુ જૂની પરંપરા જુનાપાધર ગામમાં નવરાત્રિ દરમિયાન ગરબાને બદલે ભજવાય છે ભવાઈ અને નાટકો પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી ભજવે છે ઐતિહાસિક પાત્રો; તોતળ માતાજીની આરાધના સાથે અનોખી રીતે ઉજવાય છે નવરાત્રિ વિરમગામ તાલુકાના જુના ભાદર ગામની અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે.હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. નાની શેરીઓથી લઈને મોટાં શહેરો સુધી ઠેર-ઠેર ગરબાની રમઝટ જોવા મળી રહી છે. જોકે, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જુનાપાધર ગામમાં નવરાત્રિની ઉજવણી ગરબા રમીને નહીં, પરંતુ ભવાઈ અને નાટકો ભજવીને કરવામાં આવે છે. જુનાપાધર ગામમાં છેલ્લા ૫૦૦ વર્ષથી પણ વધુ સમયથી આ અનોખી પરંપરા જળવાઈ રહી હોવાનું ગ્રામજનો જણાવે છે. અહીં ગામના યુવાનો વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક પાત્રો ધારણ કરીને ભવાઈ તથા નાટકો ભજવે છે. ખાસ વાત એ છે કે પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરીને પણ વિવિધ પાત્રોને જીવંત બનાવે છે.રામાયણ, મહાભારત, વીર માંગણાવાળો, હોથલ પદ્મણી અને ભાદરના ગાંઠે સહિતના વિવિધ પ્રસંગો અને લોકકથાઓ પર આધારિત નાટકો અહીં રજૂ કરવામાં આવે છે. આ રીતે ગામના યુવાનો પોતાની કળા અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે.તોતળ માતાજીની આરાધના સાથે ઉજવાય છે નવરાત્રિ જુનાપાધર ગામમાં વર્ષો જૂનું તોતળ માતાજીનું મંદિર આવેલું છે. ગ્રામજનોની લોકવાયકા મુજબ, ગામની સ્થાપના થઈ ત્યારથી જ માતાજીનું આ પ્રાચીન સ્થાનક અસ્તિત્વમાં છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રિ દરમિયાન અહીં તોતળ માતાજીની આરાધના કરવામાં આવે છે અને ગામના યુવાનો દ્વારા ભવાઈ તથા નાટકોનું આયોજન કરવામાં આવે છે.ગામના ૧,૦૦૦થી વધુ યુવાનો વિવિધ પાત્રો ભજવીને આ પરંપરામાં સહભાગી બને છે. કેટલાક લોકો માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને માનતા પૂર્ણ કરવા માટે વિશિષ્ટ વેશ ધારણ કરીને ભવાઈમાં ભાગ લે છે. ગ્રામજનોની માન્યતા મુજબ, માતાજીની માનતા રાખીને ભવાઈમાં ભાગ લેવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.આમ, જ્યાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબાની રમઝટ જોવા મળે છે, ત્યાં જુના ભાદર ગામમાં ભવાઈ અને નાટકો દ્વારા માતાજીની આરાધના કરવાની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. આ પરંપરા ગામની સાંસ્કૃતિક ઓળખ અને લોકકલા પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક બની રહી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App