अपराध
પ્રાંતિજમાં રાજ ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો પર્દાફાશ, ત્રણ યુવતીઓને છોડાવવામાં આવી
સાબરકાંઠાના પ્રાંતિજમાં કાટવાડ પાટિયા પાસે આવેલ રાજ ગેસ્ટ હાઉસમાં AHTU ટીમે દરોડો પાડી દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે.
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે કાટવાડ પાટિયા પાસે આવેલા રાજ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
આ દરોડા દરમિયાન, પોલીસે ગેસ્ટ હાઉસમાંથી ત્રણ યુવતીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. પોલીસની કાર્યવાહીને પગલે ગેસ્ટ હાઉસના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી એક સંચાલકની ધરપકડ કરી લીધી છે.
જોકે, પોલીસ તપાસમાં અન્ય બે સંચાલકો પણ આ દેહવ્યાપાર રેકેટમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં, આ બંને ફરાર સંચાલકોને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.