Crime
સચીન પોલીસે ૪૨ કિલોથી વધુ ગાંજા સાથે ત્રણ મહિલા આરોપીઓને ઝડપી પાડ્યા
સચીન પોલીસે ગેરકાયદેસર માદક ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ મહિલા આરોપીઓને ઝડપી પાડી NDPS કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સચીન પોલીસને ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. પોલીસે મોટી માત્રામાં ગાંજાના જથ્થા સાથે ત્રણ મહિલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ ૪૨.૦૨ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ૨૧,૦૧,૦૦૦ રૂપિયા થાય છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ગાંજાનો જથ્થો આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલી મહિલા આરોપીઓના નામ સીતાબેન નરેશભાઈ સુરેન્દ્ર દલાઇ, સુકંતીબેન રામા નાહક અને આરતીબેન ક્રુપાસિંધુ લડ્ડકીશોર બરાડ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ શહેરમાં માદક પદાર્થોના નેટવર્ક સામે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. સચીન પોલીસ આ ગાંજાના જથ્થાના સ્ત્રોત અને તેના વેચાણના નેટવર્ક વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ આ મામલે વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી રહી છે.