Crime
ભુજના બેરડો એકલ રણમાં પધ્ધર પોલીસે જુગારધામ પર દરોડો, ૧૧ આરોપીઓ ઝડપાયા
કચ્છ જિલ્લાના બેરડો એકલ રણ વિસ્તારમાં પધ્ધર પોલીસ ટીમે અંધારામાં ૭ કિલોમીટર પગપાળા ચાલી જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૧૧ આરોપીઓને ઝડપી પાડીને રૂ.૭.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લાના બેરડો તેમજ લોડાઈ ગામથી આગળ આવેલા બેરડો એકલ રણ વિસ્તારમાં પધ્ધર પોલીસે જુગારધામ પર દરોડો પાડી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ ટીમે અંદાજે ૭ કિલોમીટર સુધી અંધારામાં પગપાળા ચાલીને સ્થળ પર પહોંચી હતી, જ્યાં જુગાર રમતા ૧૧ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ૮ શખ્સો નાસી છૂટી ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં સુલેમાન ઈબ્રાહીમ મમણ, ભુરા નારાણ કોવાડીયા, અશોક રણછોડભાઈ ડાંગર, ભચુ જુસબ મોખા, અનિલ રણછોડભાઈ ગાગલ, શંકર વાલજી આહીર, હનીફ જુસબ લાડક, ધિરજ ભુરાભાઈ ગાગલ, સચીન શામજી ગાગલ, વિરમ પાંચા ચાડ અને રણછોડભાઈ ગોપાલ ડાંગરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભુજ તાલુકાના અલગ-અલગ ગામોના રહેવાસી છે.
પોલીસે સ્થળ પરથી રૂ.૧.૧૦ લાખ રોકડા, ૧૦ મોબાઈલ ફોન અને પાંચ ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો સહિત કુલ રૂ.૭,૫૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત એલઈડી લાઈટ, લાકડાનું પાટિયું અને ધાણી-પાસા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી.ખાંટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. બાતમી મેળવવામાં એ.એસ.આઈ. રામસંગજી સાહેબજી સોઢા અને એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ પરમારની ભૂમિકા રહી હતી. પોલીસની ટીમે આયોજનબદ્ધ દરોડો પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.