अपराध
હિંમતનગર એ.ડીવીઝન પોલીસે ચોરીના ગુન્હાનો કલાકોમાં ભેદ ઉકેલ્યો,રાજસ્થાનના આરોપીને પકડી મોટરસાયકલો કબજે કરી.
સાબરકાંઠા જિલ્લામાં મીલકત સંબંધિત ચોરીઓ અટકાવવા માટે પોલીસે શરૂ કરીને મોહિત હિંમતનગર એ.ડીવીઝન પોલીસે ચોરીમાં ગયેલી બે મોટરસાયકલો રિકવર કરીને રાજસ્થાનના આરોપી શ્રવણ ઉર્ફે સરવણને પકડી લીધું છે..
સાબરકાંઠામાં-:
મીલકત સંબંધિત ચોરીઓના બનાવોમાં વધારો થતાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) એ ચોરી કરનાર આરોપીઓને પકડી ગુન્હા અટકાવવા સુચના આપી હતી.આ સંદર્ભે હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કેતન. વાય. વ્યાસ (એ.ડીવીઝન પોલીસ સ્ટેશન હિંમતનગર) તથા સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ. જાડેજા અને તેમની ટીમે સતત વોચ તપાસમાં રહી આવા આરોપીઓને પકડવા સુચનો આપ્યા હતા.
આજે જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ. જાડેજા અને ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી,ત્યારે ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે એક આરોપી લીલા રંગના સફેદ ટપકાવાળા શર્ટ અને કાળા જીન્સ પહેરીને હિંમતનગર સહકારીજીન રોડ પર ક્રિષ્ણા ઠોશાની સામે ગ્રાઉન્ડ પાસે ચોરીની મોટરસાયકલ સાથે ઉભો છે.આ માહિતીના આધારે પોલીસે તુરંત સદર જગ્યાએ પહોંચીને આરોપીને પકડી લીધો હતો. તેની પાસેથી હિરો કંપનીની પ્રેશન પ્રો મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નં. GJ-18-CJ-2032) મળી આવી હતી, જે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૬૧૨૩૦/૨૦૨૬ મુજબ ચોરીમાં ગયેલી હોવાનું ઓળખાયું હતું..
પંચોની હાજરીમાં પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ શ્રવણ ઉર્ફે સરવણ (પુત્ર કાળુભાઈ લક્ષ્મણભાઈ),રહે.ગોવાવાડા,તા.ખેરવાડા, જિ. ઉદેપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેણે કબુલાત કરી હતી કે તેણે હિંમતનગર ગોકુલનગર ફાટક આગળ ભંગારની દુકાન પાસેથી ઉપરોક્ત મોટરસાયકલ ચોરી કરી હતી અને ગાંધીનગરમાં આવેલ કોમ્પલેક્ષ પાસે બહાર હોન્ડા સ્પેન્ડર મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નં. GJ-02-BF-5151) પાર્ક કરી હતી.આ માહિતીના આધારે બીજી મોટરસાયકલ પણ રિકવર કરવામાં આવી હતી.આમ,હિંમતનગર એ.ડીવીઝન પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને ચોરીના ગુન્હાનો કલાકોમાં ભેદ ઉકેલ્યો છે. કબજે કરવામાં આવેલ મુદામાલમાં હિરો પ્રેશન પ્રો (કિંમત રૂ. ૨૫,૦૦૦/-) અને હોન્ડા સ્પેન્ડર (કિંમત રૂ. ૨૦,૦૦૦/-) મોટરસાયકલોનો સમાવેશ થાય છે.અગાઉ ગાંધીનગર સેક્ટર-૭ માં પણ નોંધાયેલ હતો.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં કેતન. વાય. વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટર,કે.એલ.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહમદ સલીમ ઇકબાલહુસેન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ વિનોદસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મિતેશકુમાર કુબેરભાઇ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મિતરાજસિંહ રણજીતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ આઝાદકુમાર પશાભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદિપસિંહ નરેન્દ્રસિંહ,વુમેન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબેન દિનેશભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદિપસિંહ વિજયસિંહ.