🔥 ट्रेंडिंग इंदौर के तिल्लौरखुर्द तालाब को नर्मदा... 55 वर्ष बाद रिलीज़ हुआ सेंसरशिप वाली फ... भारत ने 60 दिन के लिए 21 राज्यों में प... हरियाणा हरिकेन्स ने वीसीएल सुपर 6 में... 75 साल के बुजुर्ग को 30 वर्षीय युवती स... हिंडौन सिट में पंचायत चुनावों की रौनक...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ચોરવાડ ગામમાં ૮૮ વર્ષીય ગોવિંદદાસ વર્ધનનું ચક્ષુદાન, પરિવારની ઉમદા પહેલ

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 18 अक्टू. 2026, 09:56 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માળીયા તાલુકાના ચોરવાડ ગામમાં ગૌલોકવાસી ગોવિંદદાસ માધવજીભાઈ વર્ધન (૮૮)ના અવસાન બાદ તેમના પરિવારે ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો. શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવારે દ્વારા આ સત્કાર્યો અવિરત અને અખંડિત બન્યા છે.

માળીયા તાલુકાના ચોરવાડ ગામના નિવાસી, ૮૮ વર્ષીય ગૌલોકવાસી ગોવિંદદાસ માધવજીભાઈ વર્ધન, જેઓ ગોપાલદાસના પિતાશ્રી થાય છે, તેમના અવસાન બાદ તેમના પરિવારે ચક્ષુદાન કરવાની ઉમદા ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માનવતાવાદી કાર્ય માટે દિનેશભાઈ વડુકરે શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવારનો સંપર્ક કર્યો હતો.

શિવમ્ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા હરદીપસિંહ જેઠવા દ્વારા ગૌલોકવાસી ગોવિંદદાસના બંને ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ ચક્ષુદાન કલેક્શન વખતે નયનભાઈ ઠક્કર દ્વારા જરૂરી વ્યવસ્થામાં મદદ કરવામાં આવી હતી.

એકત્રિત કરાયેલા ચક્ષુને ડો. કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક, વેરાવળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવારે ગૌલોકવાસી ગોવિંદદાસના દિવ્યાત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે અને તેમના પરિવારને આ દુઃખમાંથી બહાર આવવાની શક્તિ મળે તેવી શુભકામનાઓ પાઠવી છે.

શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવારે વર્ધન પરિવારના આ માનવકલ્યાણકારી ચક્ષુદાનના ઉમદા વિચારને બિરદાવ્યો છે અને આવા કાર્યો સમાજમાં પ્રેરણારૂપ બને તેવી આશા વ્યક્ત કરી છે.
📲Get App