🔥 TRENDING ગીર પૂર્વમાં બે મહિનાની સારવાર બાદ સિં... काशी बंगाली स्वर्ण शिल्पी समिति ने सुड... રાજુલાના ચાંચબંદરમાં સગા જેઠે છરી બતાવ... पुन्हाना में कांग्रेस ने 'वोट बचाओ, दे... અમરેલીમાં ફોટોગ્રાફરને ધમકી: બે વર્ષ પ... બાબરામાં ગેરકાયદેસર ફ્યુઅલ પંપ પરથી ૫૦...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાતમુ નોરતુ: વૃંદાવન સોસાયટીમાં ભક્તિ, શક્તિ અને ગરબાનો ત્રિવેણી સંગમ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 18 Oct 2026, 10:52 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેરની વૃંદાવન સોસાયટી ખાતે સાતમા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિ પર્વ નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

મા અંબાની મહાઆરતી બાદ DJ ના તાલે નોનસ્ટોપ ગરબાની રમઝટ જામી હતી. યુવાનો, યુવતીઓ, બાળકો અને વડીલો ટ્રેડિશનલ વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા. DJ ના આધુનિક બીટ સાથે ટિમલી, દાંડિયા રાસ રમી ખેલૈયાઓએ માહોલ જમાવ્યો હતો.

સોસાયટીમાં આકર્ષક લાઈટ ડેકોરેશન અને માતાજીનો ભવ્ય માંડવો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
📲Get App