🔥 TRENDING ग्वालियर शीतला माता मंदिर पर ट्रक दुर्... નડિયાદમાં ડુમરાલ બજારમાં માતાજી માટે ગ... Livemint Highlights Film Scores That R... Mumbai Police Detain Protesters Outsid... Maharashtra CM Devendra Fadnavis meets... Men posing as fans assault Maharashtra...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં પ્રભારી મંત્રી ડૉકટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ બેઠક..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Oct 2026, 11:40 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડૉકટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા જિલ્લામાં 1083 વિકાસલક્ષી કામોની યોજના અને 3,836.09 લાખ રૂ.ની જોગવાઈ અંગે ચર્ચા થઈ..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડૉકટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ,જેમાં ગુજરાત પેટર્ન વર્ષ 2026-27 અંતર્ગત જિલ્લામાં 1083 વિકાસલક્ષી કામોની યોજના અને 3,836.09 લાખ રૂ.ની જોગવાઈ અંગે ચર્ચા કરવામાં આવી.બેઠકનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવો, વિવિધ વિકાસલક્ષી કામોના આયોજન અને અમલીકરણ તથા પાયાની સુવિધાઓના સુદૃઢીકરણ પર હતો.તેમાં શિક્ષણ,આરોગ્ય,માર્ગ અને પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો..

ચર્ચામાં આદિજાતિ વિસ્તારોમાં વિકાસનાં કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચે તે દિશામાં જરૂરી પગલાં લેવામાં આવવાના હતા. વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવાની પણ વાત કરવામાં આવી.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ,સાંસદ શોભનાબેન બારૈયા,ધારાસભ્ય રમણલાલ વોરા,ધારાસભ્ય તુષાર ચૌધરી,પૂર્વ સાંસદ રમીલાબેન બારા,જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, પ્રોજેક્ટ વહીવટદાર વિશાલ સક્સેના સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓને અમલમાં મૂકવાની અને સરકારી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો.
📲Get App