अपराध
સુરત: ઘરફોડ ચોરીના ત્રણ વર્ષથી ફરાર આરોપી અંકલેશ્વરથી ઝડપાયો
સુરતના પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોરંટ સાથે નાસતા ફરતા આરોપી કમલદિપ ઇન્દરજીત સિંગને પોલીસે અંકલેશ્વરથી ઝડપી લીધો છે. આરોપી પોલીસને ચકમો આપી સતત ઠેકાણા બદલી રહ્યો હતો.
સુરતના પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ સાથે નાસતા ફરતા આરોપી કમલદિપ ઇન્દરજીત સિંગને પોલીસે અંકલેશ્વરથી ઝડપી લીધો છે. મૂળ પંજાબના જલંધરનો વતની આ આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલતો હતો અને પરિવારજનો સાથે પણ તમામ સંપર્ક કાપી નાખ્યા હતા. અગાઉ સુરત પોલીસની ટીમે તેની શોધખોળ માટે પંજાબ સુધી તપાસ લંબાવી હતી, પરંતુ તે પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો હતો.
આરોપીને શોધી કાઢવા માટે પોલીસે તેના મોબાઇલ અને ઇમેઇલ આઇડીના આઇપી એડ્રેસનું ટેકનિકલ વિશ્લેષણ હાથ ધર્યું હતું. શરૂઆતમાં ભરૂચના જોલવા અને બાદમાં વલસાડના ધોલાઈ બંદર ખાતે તેનું લોકેશન મળ્યું હતું. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપી બોટ મારફતે ગીર સોમનાથ તરફના દરિયાઈ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો અને મોબાઇલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો.
તેમ છતાં પાલ પોલીસે સતત ટેકનિકલ સર્વેલન્સ અને આઇએમઇઆઇ ટ્રેકિંગ ચાલુ રાખ્યું હતું. આખરે, સતત ચાલેલી તપાસ બાદ પોલીસે આરોપી કમલદિપ ઇન્દરજીત સિંગને અંકલેશ્વરથી દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.