🔥 TRENDING चौथे स्तंभ पर हमला बर्दाश्त नहीं: पत्र... સાબરકાંઠા: નવરાત્રી દરમિયાન મહિલાઓની સ... लोणीत वाचन प्रेरणा दिन उत्साहात; ग्रंथ... ઉમરપાડા જંગલમાંથી ખેરના વૃક્ષો કાપતી 8... कटिहार के आजमनगर में दुर्गा पूजा की धू... ખેરાલુના મલેકપુર મહાદેવપુરામાં પરંપરાગ...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં શેરબજારના વેપારીએ આર્થિક નુકસાન અને ઉઘરાણીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી
Crime

સુરતમાં શેરબજારના વેપારીએ આર્થિક નુકસાન અને ઉઘરાણીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:28 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અડાજણ વિસ્તારમાં શેરબજારના વેપારીએ આર્થિક નુકસાન અને ઉઘરાણીના સતત ત્રાસથી કંટાળીને પોતાના ઘરની ગેલેરીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રાજહંસ થિયેટર નજીક ક્રિશ હાઇટ્સમાં રહેતા 49 વર્ષીય શેરબજારના વેપારી પ્રમોદભાઈ નાનાલાલભાઈ પટવાએ ગુરુવારે સાંજે આઠમા માળે પોતાના ઘરના બેડરૂમની ગેલેરીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, ઊંચાઈ પરથી પટકાતાં ગંભીર ઇજાઓ થવાને લીધે 108ના ઇએમટીએ તેમને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. મૂળ કચ્છના વતની એવા વેપારીના આ પગલાથી સમગ્ર વિસ્તાર અને પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક પ્રમોદભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ સ્યુસાઇડ નોટમાં તેમણે શેરબજારમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત, કેટલાક શખ્સો દ્વારા નાણાંની લેતી-દેતી બાબતે સતત દબાણ કરીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.

આર્થિક સંકટ અને ઉઘરાણી કરનારાઓના સતત ત્રાસથી કંટાળીને જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App