Crime
ગરીયા ગામની સીમમાંથી યુવાનની લાશ મળી, કોઠંબા પોલીસે તપાસ હાથ ધરી
મહીસાગર જિલ્લાના ગરીયા ગામે આજે વહેલી સવારે એક યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ગરીયા ગામની સીમમાં આજે સવારે સ્થાનિક લોકોને એક યુવાનની લાશ જોવા મળી હતી. આ ઘટના વહેલી સવારે બની હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. બનાવની જાણ થતા જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
મૃતક યુવાનની ઓળખ પ્રવીણ ભાઈ વણકર તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે કોઠંબા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા કોઠંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે લાશનો કબજો લઈ પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ યુવાનનું મોત કયા કારણોસર થયું છે તે અંગે હાલ અકબંધ રહસ્ય છે. આ આપઘાત છે કે અકસ્માત કે અન્ય કોઈ કારણ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલ કોઠંબા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.