🔥 ट्रेंडिंग भागलपुर में शांतिपूर्ण दुर्गा पूजा संप... બાબરા તાલુકામાં સૌની યોજના હેઠળ રૂ. ૩.... भोपाल: 12 वर्षीय बच्ची की गला घोंटकर न... দমদম বিমানবন্দরে নামলেন স্বরাষ্ট্র মন্... मंत्री गोयल ने राष्ट्रीय रणनीतिक व्याप... मुंबई का सामना हिमाचल प्रदेश से उनके घ...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 17 अक्टू. 2026, 09:34 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રજાહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અને કચેરીઓ વચ્ચે સુદ્રઢ સંકલન સાધવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ

​

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ'ની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લોકપ્રશ્નો અને જિલ્લાના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

​બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, રેલવેને લગતા પ્રશ્નો તેમજ બિનઅધિકૃત દબાણો દૂર કરવા સંદર્ભે રજૂ થયેલી ફરિયાદોની કલેક્ટરશ્રીએ વિગતવાર સમીક્ષા કરી હકારાત્મક નિવારણ કરવા સૂચનો કર્યા હતા

જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતાં જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓ વચ્ચે પરસ્પર ઉત્તમ સંકલન જાળવીને પ્રજાહિતના પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક અને ઝડપી નિરાકરણ લાવવામાં આવે.

​આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ,અધિક નિવાસી કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ ડી વણઝારા,વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓ, સંકલન ના ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત તમામ તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
📲Get App