🔥 TRENDING सोनीपत के राई गांव में धूमधाम से मनाया... नगीना में नगर पालिका की पाइपलाइन लीक,... 20 ਅਕਤੂਬਰ ਤੋਂ ਸਸਤੇ ਹੋ ਜਾਣਗੇ NZ ਦੇ ਸ਼ਰਾ... Delhi Police Release Student Leader Ne... Delhi Court Issues Bailable Warrant Ag... Hyderabad's National Police Academy Ho...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાવલી પ્રાથમિક શાળાના નવા ઓરડા મકાનનું ૧.૭૮ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત સંપન્ન
Education

રાવલી પ્રાથમિક શાળાના નવા ઓરડા મકાનનું ૧.૭૮ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત સંપન્ન

✍️ Reporter: Samir Malek 🗓 17 Oct 2026, 05:14 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલે રાવલી પ્રાથમિક શાળાના નવા ઓરડા મકાન માટે રૂપિયા ૧ કરોડ ૭૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો.

આજ રોજ તારીખ ૧૭-૧૦-૨૦૨૬ ના રોજ રાવલી પ્રાથમિક શાળાના નવા ઓરડા મકાન માટે રૂપિયા ૧ કરોડ ૭૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર બાંધકામનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું.

આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વિકસાવવા કટિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોને આધુનિક અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે હેતુથી આ બાંધકામ મંજૂર કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ નવીન ઓરડાના નિર્માણથી શાળાના બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળશે.

આ ખાતમુહૂર્ત સમારોહમાં તાલુકા-જિલ્લાના અગ્રણીઓ, સંગીતાબેન મહેશભાઈ સોલંકી, નિલેશભાઈ મહેશ પરમાર, વિજયભાઈ ચાવડા, અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, વિક્રમસિંહ પરમાર, રણજીતસિંહ પરમાર, શિક્ષણ સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટી શ્રી તથા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામજનોએ શાળાના વિકાસ માટે રૂ. ૧.૭૮ કરોડની ગ્રાન્ટ ફાળવવા બદલ માનનીય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App