🔥 TRENDING હિંમતનગર: માના માંડવામાં કાજલ મહેરિયાન... शादी का झांसा देकर युवती का शोषण करने... Bhupalapalli GM and Wife Conduct Chand... महाराष्ट्रात पावसाचे आगमन: शेतकऱ्यांच्... बड़वानी: जिले के निवाली में श्री शिव म... Shafat Crowned Mr. Freshers, Girisha W...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લામાં સુરવા હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 17 Oct 2026, 05:22 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત એકતા પ્રકાશપર્વ-2026ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સુરવા હેલિપેડ ખાતે આગમન થયું હતું. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી મુકેશ પુરી, પ્રવાસન વિભાગના સચિવશ્રી કુલદીપ આર્ય, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી પી. આર. પટેલીયા, જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. વી. વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ એકતાનગર સ્થિત વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પણ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણ તડવી સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App