🔥 TRENDING શિહોરીમાં શ્રી શક્તિ માય મંડલ ગ્રુપ દ્... मानसून report দুর্গাপূজায় চরবাগানে পদপিষ্ট হয়ে ১৮... દેવભૂમિ દ્વારકામાં GRD જવાનોના ફરજના સ... Two Bihar Men Detained in Connection w... BCCI Teases Date and Venue for IPL 202...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડેડાણ ગામે ઉકરડો મુદ્દે તબેલા માલિક પર લોખંડના હથિયારથી જીવલેણ હુમલો
Crime

ડેડાણ ગામે ઉકરડો મુદ્દે તબેલા માલિક પર લોખંડના હથિયારથી જીવલેણ હુમલો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 17 Oct 2026, 11:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંભા તાલુકાના ડેડાણ ગામે ઉકરડો હટાવવા બાબતે ટપકો આપવાની જૂની અદાવતમાં બે શખ્સોએ તબેલા માલિક પર લોખંડના હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ખાંભા તાલુકાના ડેડાણ ગામે પાટી જવાના રસ્તે આવેલા તબેલા સામે ઉકરડો કરવા બાબતે ટપકો આપવાની જૂની અદાવત રાખી બે શખ્સોએ તબેલા માલિક પર લોખંડના હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે અફજલભાઈ અનવરભાઈ બોખતર (ઉં.વ. ૩૧)એ આસીફભાઈ અનાકભાઈ બોખતર તથા અનસભાઈ જુસબભાઈ બોખતર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ડેડાણ ગામે પાટી જવાના રસ્તે તેમનો ભેંસોનો તબેલો અને જમીન આવેલાં છે. આ તબેલાના ટેકાની આગળ આરોપી અનાકભાઈએ ઉકરડો કર્યો હોવાથી જેમ ફાવે તેમ ગાળો ભાંડી અફજલભાઈએ ઉકરડો હટાવી લેવા બાબતે ટપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી બંને આરોપીઓ અવારનવાર તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા.

દરમિયાન ગત તા. ૧૪ ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે ૯:૩૦ વાગ્યાની આસપાસ બંને આરોપીઓએ જૂની અદાવત રાખી તેમને માથામાં સાત ટાંકા આવ્યા હતા તેમજ વાંસામાં જમણી બાજુ ખભા નીચે પણ લોખંડના હથિયારથી બે ઘા મારી મૂઢ ઈજા પહોંચાડી હતી.

આ ઉપરાંત, બીજા આરોપીએ પણ બીભત્સ ગાળો આપી છાતી તેમજ શરીરના અન્ય ભાગો પર આડેધડ કીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યા બાદ બંને શખ્સો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ અરુણભાઈ પુનાભાઈ રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
📲Get App