🔥 TRENDING Light Rain Expected in Parts of Jammu... Goa MLA alleges Nepalese nationals ent... Activist Group’s Report Questions Indi... IPL 2027 Mini-Auction Scheduled in Goa... Dr SC Jamir urges Nagaland youth to un... Match report
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં રોડની દયનીય સ્થિતિ: આઠ મહિનાથી નાગરિકો પરેશાન,તંત્ર નિષ્ક્રિય..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 11:36 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં રિલાયન્સ મોલથી મહાવીરનગર ચાર રસ્તા સુધીનો માર્ગ છેલ્લા આઠ મહિનાથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં છેલ્લા આઠ મહિનાથી રોડની દયનીય સ્થિતિને કારણે સ્થાનિક પ્રજા પરેશાન થઈ રહી છે.રિલાયન્સ મોલથી મહાવીરનગર ચાર રસ્તા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની ગઈ છે.ખાડાઓ અને કપચીવાળા આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે અને અકસ્માતોનો ભય પણ રહે છે.

સ્થાનિક નાગરિકો દ્વારા આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.લોકોની ફરિયાદોને અવગણવામાં આવી રહી છે,જેના કારણે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તંત્રની નિષ્ક્રિયતાને કારણે વિકાસ કાર્યો પણ અટવાયા છે.પ્રજાજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો દિવાળી સુધીમાં આ બિસ્માર રોડનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.સ્થાનિકો દ્વારા હવે આંદોલનના માર્ગે જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે,જે આગામી સમયમાં તંત્ર માટે પડકારરૂપ બની શકે છે.
📲Get App