🔥 ट्रेंडिंग सोनीपत के राई गांव में धूमधाम से मनाया... नगीना में नगर पालिका की पाइपलाइन लीक,... 20 ਅਕਤੂਬਰ ਤੋਂ ਸਸਤੇ ਹੋ ਜਾਣਗੇ NZ ਦੇ ਸ਼ਰਾ... Delhi Police Release Student Leader Ne... Delhi Court Issues Bailable Warrant Ag... Hyderabad's National Police Academy Ho...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા પોલીસ વડાની અધ્યક્ષતામાં હિંમતનગરની સુરક્ષા અને સુખાકારી અંગે સંકલન બેઠક યોજાઈ..
स्थानीय

સાબરકાંઠા પોલીસ વડાની અધ્યક્ષતામાં હિંમતનગરની સુરક્ષા અને સુખાકારી અંગે સંકલન બેઠક યોજાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 05:10 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને નાગરિકોની સુખાકારીને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા જિલ્લા પોલીસ વડા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી..

સાબરકાંઠામાં-:
આજરોજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં હિંમતનગર શહેરની સુરક્ષા વ્યવસ્થા,ટ્રાફિક નિયમન અને નાગરિકોની સુખાકારીને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ખાસ કરીને આગામી કાર્યક્રમો અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મોદી ગ્રાઉન્ડ ખાતે જરૂરી માળખાકીય સુવિધાઓ,વીજળીની યોગ્ય વ્યવસ્થા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કરવા અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.આ સૂચનોનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કોઈપણ અસુવિધા ન પડે અને સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો..

આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વિવેન્દ્રસિંહ ઝાલા,જિલ્લા પંચાયત પ્રમુખ રીના પટેલ સહિત વહીવટી અને પોલીસ વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અધિકારીઓએ શહેરના વિકાસ અને નાગરિકોની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને તેના નિરાકરણ માટેની દિશા નિર્ધારિત કરી હતી.
📲Get App