🔥 TRENDING શામળાજી નજીક સાબરણ ગામમાં દીપડાનો આતંક... शिवांशु मिश्रा न्यायालय से सजा, फिर भी स्कूल में ड्यू... ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત... नाबालिक बालिका के साथ छेड़छाड़ करने वाले... पिंक समाधान दिवस में डीएम ने दिखाई संव...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખડાધાર ચેક પોસ્ટ પર બાઈક પર લઈ જવાતો ઈંગ્લિશ દારૂ ઝડપાયો, બે ઈસમો સામે કાર્યવાહી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 17 Oct 2026, 11:22 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંભા તાલુકાની ખડાધાર ચેક પોસ્ટ પરથી પોલીસે બાઈક પર ઈંગ્લિશ દારૂની ખેપ મારતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂ. ૩૯,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખાંભા તાલુકાની ખડાધાર ચેક પોસ્ટ પરથી પોલીસે બાઈક પર ઈંગ્લિશ દારૂની ખેપ મારતા બે ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મનુભાઈ કાનજીભાઈ વાઘેસી અને ભરતભાઈ ભનુભાઈ ઓઢવીયા નામના બે ઈસમો બાઈક પર દારૂની હેરાફેરી કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા. તેમની પાસેથી ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની કુલ ૭૨ બોટલ મળી આવી હતી.

પોલીસે ઝડપાયેલા દારૂ અને બાઈક સહિત કુલ રૂ. ૩૯,૪૮૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત, અમરેલી જિલ્લામાં અન્ય કાર્યવાહી દરમિયાન પોલીસે ૨૭ ઈસમોને દેશી દારૂ સાથે પકડી પાડ્યા હતા. સાથે જ, ૧૩ ઈસમો પાસ-પરમિટ વગર જાહેર સ્થળોએ કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા-ફરતા મળી આવતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
📲Get App