🔥 ट्रेंडिंग BSNL to Launch Super‑Fast 5G Service a... निती आयोग के उपाध्यक्ष ने 2047 विकास ल... Light Rain Across State Revives Farmer... જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અ... ਪਿਆਰ ਦਾ ਖ਼ੌਫ਼ਨਾਕ ਅੰਤ, ਵਿਆਹ ਦੇ ਦਬਾਅ ਤੋਂ... नीति की विश्वसनीयता और निरंतरता FDI को...
18 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

ધાંગધ્રા શિશુ કુંજના ખેલાડીઓનો રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દબદબો: પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યા

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 17 अक्टू. 2026, 10:40 AM 👁 34
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ધાંગધ્રા શિશુ કુંજના પાંચ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પાંચ ગોલ્ડમેડલ જીતી શહેરનું ગૌરવ વધાર્યું છે.

બ્રેકિંગ ન્યુઝ
રાજ્ય કક્ષાની પ્રતિષ્ઠિત એથ્લેટિક્સ સ્પર્ધામાં ધાંગધ્રા શિશુ કુંજ શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શાળાના પાંચ ખેલાડીઓએ કુલ પાંચ સુવર્ણ ચંદ્રકો (ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કરીને સમગ્ર રાજ્યમાં ધાંગધ્રા શહેરનું નામ રોશન કર્યું છે.

આ સિદ્ધિ એથ્લેટિક્સ ક્ષેત્રે ધાંગધ્રાના ખેલાડીઓની ક્ષમતા અને મહેનતનું પ્રમાણ દર્શાવે છે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આટલી મોટી સંખ્યામાં સુવર્ણ ચંદ્રકો મેળવવા એ એક નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય. નડિયાદ ખાતે યોજાયેલી એસ જી એફ આઈ ન્ડર 17 રાજ્યકક્ષા ની હેલ્થેટીકસ સ્પર્ધામાં ધાંગધ્રા શિશુ કુંજ ઈન સ્કૂલ ના ખેલાડીઓ એ શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં અમનભાઈ વણઝારા એ 110 મીટર હડલ્સ અને સુમેરા પ્રશાંતભાઈ એ રિલેમાં ચાર એક્સ સો મીટર રીલેમાન ગોલ્ડ મેડલ મેળવ્યા હતા

શિશુ કુંજ શાળાના આ ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠ રમત દ્વારા સ્પર્ધામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળા, પરિવાર અને શહેરવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App