स्थानीय
કારેલા ગામમાં હોમવર્કના ડરથી જંગલમાં સંતાયેલા બે બાળકો ડ્રોનની મદદથી સહીસલામત મળ્યા
ભાભર તાલુકાના કારેલા ગામે હોમવર્ક ન કરવાના ડરથી જંગલમાં સંતાઈ ગયેલા બે બાળકોને પોલીસ અને ગ્રામજનોએ ડ્રોનની મદદથી શોધી કાઢ્યા હતા. બાળકો સહીસલામત મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના કારેલા ગામે એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં હોમવર્ક ન કર્યાના ડરથી બે બાળકો શાળાએ જવાને બદલે નજીકના જંગલ વિસ્તારમાં જઈને સંતાઈ ગયા હતા. બાળકો લાંબા સમય સુધી ઘરે ન ફરતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલા ગામના બે બાળકોએ શાળાનું હોમવર્ક કર્યું ન હતું. શિક્ષક ઠપકો આપશે તેવી બીકથી તેઓ સવારે શાળાએ ગયા જ નહોતા અને ગામની નજીકના જંગલ વિસ્તારમાં સંતાઈ ગયા હતા. પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાભર પોલીસ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી ગ્રામજનો સાથે મળીને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, પોલીસે ડ્રોનની મદદથી જંગલ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.
ડ્રોન દ્વારા કરાયેલી શોધખોળના અંતે બંને બાળકો સહીસલામત મળી આવતા પોલીસ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળકોને પ્રેમથી સમજાવીને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા છે. ભાભર પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીની ગ્રામજનો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.