🔥 TRENDING दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर मिनी बस न... चम्बल नदी के पाली ब्रिज से कूदे युवक क... India’s Inland Navigation System Expan... Jharkhand CM Hemant Soren Performs Rit... मुरबाड तालुक्यातील जिल्हा परिषद शाळा म... MoSPI Launches New Surveys to Sharpen...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીર સોમનાથ: ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ અને એક નાગરિક રૂ.૨,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..
Crime

ગીર સોમનાથ: ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ અને એક નાગરિક રૂ.૨,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 01:44 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને એક સ્થાનિક નાગરિકને એ.સી.બી. દ્વારા રૂ. ૨,૦૦૦ ની લાંચ લેતા દબોચી લેવાયા છે. આ મામલો ટ્રેક્ટરને રોકી હેરાન કરવા સંબંધિત છે..

ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઇ ચીથડભાઇ બાંભણીયા અને જુની કન્યા શાળા પાસે રહેતા વેપારી દિનેશભાઇ નાથુભાઇ બાકીયા (ઉ.વ. ૩૮) ને એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા રૂ. ૨,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ટ્રેપની કાર્યવાહી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ દમાસા ગામ, તા. ઉના ખાતે કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીના દમાસા ગામથી પથ્થર ભરેલા ટ્રેકટરો આજુબાજુના ગામોમાં ફેરા લગાવતા હતા. સોમનાથ-ભાવનગર હાઈવે પર ટ્રાફિક પોલીસ દ્વારા આ ટ્રેકટરોને રોકી હેરાન કરવામાં આવતા હતા. આ બાબતે ફરિયાદીએ આરોપી નંબર ૧, જે ઉના પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેની પાસે રજૂઆત કરી હતી. ત્યારે આરોપી નંબર ૧ એ ટ્રેક્ટર દીઠ બે માસના બે ટ્રેક્ટરના કુલ રૂ. ૫,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી..

ફરિયાદી પાસેથી લાંચના છટકા અગાઉ રૂ. ૩,૦૦૦ મેળવી લીધા બાદ, બાકીના રૂ. ૨,૦૦૦ ની લાંચ આરોપી નંબર ૨, દિનેશભાઇ બાકીયાને આપવા જણાવવામાં આવ્યું હતું. આ અંગેની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા ગોઠવાયેલા લાંચના છટકામાં આરોપી નંબર ૨, દિનેશભાઇ બાકીયા રૂ. ૨,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.જો કે આરોપી નંબર ૧, હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઇ ચીથડભાઇ બાંભણીયા ઘટના સ્થળે મળી આવ્યા ન હતા.આ સમગ્ર કાર્યવાહી પોરબંદર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ગમાર અને તેમની ટીમે ટ્રેપીંગ અધિકારી તરીકે પાર પાડી હતી. આ ઘટનાએ પોલીસ વિભાગની છબી પર પ્રશ્નાર્થ સર્જ્યો છે અને લાંચ-રૂશ્વત વિરોધી કાયદાના અમલીકરણ પર ભાર મૂક્યો છે.
📲Get App