🔥 TRENDING Amit Shah Promises to Bring Ariha Back... Five Workers Die in Gujarat Chemical P... Five killed in Gujarat reactor blast,... Protest Erupts in Mansa as Legislator’... Union Minister Jitan Ram Manjhi slams... કલોલ: મોટી ભોયણની સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: ઓઢવ પાસે બેફામ ટ્રેઇલરની ટક્કરે ૨૨ વર્ષીય બાઈકચાલક શ્રમિકનું ઘટનાસ્થળે મોત
Crime

અમદાવાદ: ઓઢવ પાસે બેફામ ટ્રેઇલરની ટક્કરે ૨૨ વર્ષીય બાઈકચાલક શ્રમિકનું ઘટનાસ્થળે મોત

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 17 Oct 2026, 01:10 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પામ હોટેલથી નિકોલ રિંગ રોડ તરફ જઈ રહેલા ૨૨ વર્ષીય યુવાન શ્રમિકને પૂરઝડપે દોડતા ટ્રેઇલરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પામ હોટેલથી નિકોલ રિંગ રોડ તરફ જઈ રહેલા ૨૨ વર્ષીય બાઈકચાલક શ્રમિકને એક બેફામ ગતિએ દોડી રહેલા ટ્રેઇલરે અડફેટે લીધો હતો.

આ ભયાનક અકસ્માતના કારણે બાઈકચાલક યુવાન શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ટ્રેઇલર ચાલકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App