વિરમગામ આનંદ મંદિર પ્રાથમિક શાળામાં નવરાત્રિની ભવ્ય ઉજવણી
વિરમગામ સ્થિત આનંદ મંદિર પ્રાથમિક શાળામાં નવલી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવીને નવરાત્રિ પર્વની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરી હતી.આ પ્રસંગે બાળકોએ માતાજીના નોરતાંની આરાધના કરી હતી અને ગરબે ઘૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.નવરાત્રિ પર્વના માધ્યમથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને લોકસંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.રિપોર્ટર અસીકઅલી ગીલાણી, વિરમગામ