🔥 TRENDING રાજકોટમાં CGST દરોડા સમયે અધિકારીઓ-વેપ... Manish Pandey to Boost Karnataka in To... Umpires Confirm Chinnaswamy Pitch Read... નવરાત્રી મહોત્સવ वैशाली: मुर्गी फार्म के नीचे चल रहे बी... Chhattisgarh Announces 1,000‑km Aastha...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

શિહોરીની એમ. વાલણી હાઈસ્કૂલમાં પરંપરાગત ગરબાનું આયોજન, શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 17 Oct 2026, 02:45 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિહોરી સ્થિત શેઠ શ્રી એમ. વાલણી હાઈસ્કૂલમાં નવરાત્રી નિમિત્તે પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.

માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે શિહોરીની શેઠ શ્રી એમ. વાલણી હાઈસ્કૂલમાં પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના આ પાવન પર્વ નિમિત્તે આયોજિત ગરબામાં વિદ્યાર્થીઓએ અવનવા રંગીન પોશાકમાં ભાગ લીધો હતો. શાળાના આ આયોજનથી વિદ્યાર્થીઓ ખુશ થઈને ઉમંગ અને ઉલ્લાસ સાથે માતાજીના ગરબા રમી ધન્યતા અનુભવી હતી, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

કાંકરેજ તાલુકાના શિહોરી સ્થિત એમ. વી વાલણી હાઈસ્કૂલમાં આ ગરબાના કાર્યક્રમમાં હાઈસ્કૂલના બાળકો સાથે શિક્ષકો પણ જોડાયા હતા અને માતાજીના ગરબા ગાયા હતા. માતાજીની આરતી ઉતારીને ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સૌએ ખૂબ ઉલ્લાસ સાથે ગરબા રમ્યા હતા.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ભારતસિંહ ભેટસરીયા બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને કાર્યક્રમની શોભા વધારી હતી.
📲Get App