🔥 ट्रेंडिंग भागलपुर में शांतिपूर्ण दुर्गा पूजा संप... બાબરા તાલુકામાં સૌની યોજના હેઠળ રૂ. ૩.... भोपाल: 12 वर्षीय बच्ची की गला घोंटकर न... দমদম বিমানবন্দরে নামলেন স্বরাষ্ট্র মন্... मंत्री गोयल ने राष्ट्रीय रणनीतिक व्याप... मुंबई का सामना हिमाचल प्रदेश से उनके घ...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

પ્રાંતિજમાં ગેસ્ટ હાઉસમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ,ત્રણ યુવતીઓ મુક્ત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 09:30 PM 👁 40
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: પ્રાંતિજ નજીક કાટવાડ પાટિયા પાસેથી AHTU ટીમે ગેસ્ટ હાઉસના આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ યુવતીઓને મુક્ત કરાવી ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ નજીક કાટવાડ પાટિયા પાસેથી AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ટીમે એક મોટા દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ કર્યો છે.આ રેકેટમાં અમદાવાદ સહિત અન્ય બહારના વિસ્તારોમાંથી યુવતીઓને બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર રાજ ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા તેના ગેસ્ટ હાઉસના આડમાં યુવતીઓ બોલાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી.AHTU ટીમે ડમી ગ્રાહક મોકલીને આ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો.દરોડા દરમિયાન પોલીસે ગેસ્ટ હાઉસમાંથી ત્રણ યુવતીઓને મુક્ત કરાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી..

આ ઘટના અંગે પ્રાંતિજ પોલીસ મથકે રાજ ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે મુખ્ય સંચાલક આરોપીની ધરપકડ કરી લીધી છે,જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય બે સંચાલકોની ધરપકડ માટે પણ સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App