🔥 TRENDING શામળાજી નજીક સાબરણ ગામમાં દીપડાનો આતંક... शिवांशु मिश्रा न्यायालय से सजा, फिर भी स्कूल में ड्यू... ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત... नाबालिक बालिका के साथ छेड़छाड़ करने वाले... पिंक समाधान दिवस में डीएम ने दिखाई संव...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠીના નાના રાજકોટ ગામે વાડી વિસ્તારમાં સગીરાએ ઝેરી દવા પીધી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 17 Oct 2026, 11:20 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી તાલુકાના નાના રાજકોટ ગામે વાડી વિસ્તારમાં એક સગીરાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ છે. સગીરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

લાઠી તાલુકાના નાના રાજકોટ ગામની વાડી વિસ્તારમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સગીરાએ તેના પિતાની ભાગવી રાખેલી વાડીની ઓરડીમાં જાતે જ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા સગીરાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરૈયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને બનાવનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
📲Get App