🔥 TRENDING KAS પરિવારના ગરબા મહોત્સવમાં નગરપાલિકા... શામળાજી નજીક સાબરણ ગામમાં દીપડાનો આતંક... शिवांशु मिश्रा न्यायालय से सजा, फिर भी स्कूल में ड्यू... ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત... नाबालिक बालिका के साथ छेड़छाड़ करने वाले...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

કોડીનાર નજીક દેવળી ગામે શેરડીના ખેતરમાં આગ, ત્રણ વિઘા પાક બળીને ખાખ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 17 Oct 2026, 11:44 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોડીનાર તાલુકાના દેવળી ગામે ખેડૂતના ત્રણ વિઘા શેરડીના ઊભા પાકમાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. ખેડૂતે વીજ તાર તૂટવાથી આગ લાગ્યાનો આક્ષેપ કર્યો છે.

કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામે એક ખેડૂતના શેરડીના ઊભા પાકમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ખેડૂતના ત્રણ વિઘા જેટલો શેરડીનો પાક બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના ખેડૂત ગાંડાભાઈ કાનાભાઈ મોરીના ખેતરમાં આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ખેતરમાં ઉભેલો શેરડીનો તૈયાર પાક બળીને નાશ પામ્યો હતો.

ખેડૂત ગાંડાભાઈ મોરી દ્વારા આગ લાગવાનું કારણ વીજ તાર તૂટવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આગનું ચોક્કસ કારણ હજુ સુધી અધિકારીક રીતે જાણવા મળ્યું નથી અને તપાસ ચાલી રહી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. અસરગ્રસ્ત ખેડૂતને થયેલા નુકસાનનો યોગ્ય સર્વે કરી તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે.
📲Get App