🔥 TRENDING West Bengal Minister Blames CJP for Di... Yes Bank shares likely to slide furthe... Bihar CM Samrat Choudhary orders distr... Bihar’s Livelihood Model Replicated in... Man Sworn to Kill Moneylender Attacks... देवास में भाजपा पदाधिकारियों से ऋषि कश...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા :  શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ પકડાઈ; વડનગરના સુલીપુર ગામેથી ૩ શખ્સો ઝડપાયા

મહેસાણા : શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ પકડાઈ; વડનગરના સુલીપુર ગામેથી ૩ શખ્સો ઝડપાયા

✍️ Reporter: Palakbhai Patel 🗓 17 Oct 2026, 01:04 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા : શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ પકડાઈ; વડનગરના સુલીપુર ગામેથી ૩ શખ્સો ઝડપાયા

મહેસાણા : શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ પકડાઈ; વડનગરના સુલીપુર ગામેથી ૩ શખ્સો ઝડપાયા

મહેસાણા જિલ્લામાં શેરબજારમાં રોકાણના નામે લોકોને ઊંચા નફાની લાલચ આપી ઓનલાઇન ઠગાઈ આચરતી ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. LCB પોલીસે વડનગર તાલુકાના સુલીપુર ગામે દરોડા પાડી શેરબજારના નામે ફ્રોડ આચરતા ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં ‘માર્કેટ પલ્સ’ (Market Pulse) નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શેરબજારની વધઘટ પર નજર રાખતા હતા. તેઓ ગુજરાત તેમજ દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાન (કોટા) સહિતના અન્ય રાજ્યોના લોકોને વોટ્સએપ દ્વારા હિન્દીમાં સંપર્ક કરતા.

આ આરોપીઓ પોતાને ‘અંબિકા ટ્રેડિંગ કંપની’ ના એડવાઇઝર, એજન્ટ કે બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપતા હતા. શેરબજારમાં રોકાણ કરી ટ્રેડિંગ દ્વારા ભારે નફો કમાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ, ગ્રાહકોના નાણાં IDBI બેન્ક, સર્વોદય બેંક અને કાલુપુર મર્કેન્ટાઈલ બેંક સહિતના વિવિધ ખાતાઓમાં નંખાવતા હતા. જોકે, આ નાણાંનું શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરવાના બદલે આરોપીઓ પોતે જડપી લેતા અને લોકો સાથે મોટી છેતરપિંડી આચરતા હતા.

મહેસાણા જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમ અને ફ્રોડના ગુનાઓને ડામવા માટે રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયા અને તેમની ટીમ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે વડનગરના સુલીપુર ગામે રહેતા મુકેશજી દુધાજી ઠાકોરના મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી આ પ્રકારે ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી નીચે મુજબના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા:

* મોબાઈલ નંગ-૦૫: કિંમત રૂ. ૧,૦૦,૦૦૦
* લેપટોપ નંગ-૦૧: કિંમત રૂ. ૨૫,૦૦૦
* સ્વિફ્ટ ગાડી : કિંમત રૂ. ૩,૦૦,૦૦૦
* રેન્ડમ નંગ-૦૯
* કુલ મુદ્દામાલ: ૪,૨૫,૦૦૦

ઝેડાયેલા આરોપીઓની વિગત:
૧. ઠાકોર રાહુલજી દિનેશજી

૨. અરવિંદજી ગાંડાજી ઠાકોર

૩. રામાજી લવજીજી ઠાકોર

૪. મુકેશજી દુધાજી ઠાકોર
- (વોન્ટેડ)

આ તમામ આરોપીઓ વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ
📲Get App