🔥 TRENDING Rain curtails Madhya Pradesh’s bid for... West Bengal Health Panel to Launch Onl... West Bengal to Take Custody of Enemy P... Al Jazeera Reports India’s Mass Voter... PhD Scholar, Cousin of RJD MLA, Murder... Bihar Police Officer Shot Dead by Home...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ રેન્જ પોલીસ ફાયરિંગ: ફરાર આરોપી પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કરતા પગમાં ગોળી વાગી

✍️ Reporter: Virendra bhai vyas 🗓 17 Oct 2026, 01:50 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચાને પકડવા ગયેલી રાજકોટ રેન્જની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. આરોપીના પગમાં ગોળી વાગતા તેને હોસ્પિટલમાં ખસેડાયો.

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ફરાર આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું. રાજકોટ રેન્જની ટીમ સાયલા તાલુકાના સુદામડા ગામના રહેવાસી અને અનેક ગુનાઓમાં વોન્ટેડ દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચાને પકડવા ગઈ હતી. આરોપીએ પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ ફાયરિંગમાં આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચાના પગમાં ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના ગોસાળ ગામના રસ્તા પર આવેલા ગોસળીયા હનુમાનજી મંદિર નજીક બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચા સામે સાયલામાં પ્રોહિબિશન, ધજાળામાં ખંડણી, વીંછિયામાં ખૂનની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા 6 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, તેની સામે સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ સહિતના વિસ્તારોમાં 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ માહિતી આપી હતી. પોલીસે આરોપીના પિસ્તોલ છીનવવાના પ્રયાસ અને ફાયરિંગના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App