🔥 TRENDING अररिया: जमीन विवाद में भाई ने भाई पर च... देवरिया की 30 वर्षीय सिविल जज जागृति क... गाजियाबाद: सुंदरदीप इंजीनियरिंग कॉलेज... अहमदाबाद–सहरसा एक्सप्रेस में यात्री सु... मध्यप्रदेश में मतदाता सूची का विशेष सं... ग्वालियर कला विश्वविद्यालय के दीक्षांत...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખેડબ્રહ્મા પોલીસે ઘરફોડ ચોરીના ૬.૯૩ લાખના દાગીના મૂળ માલિકને પરત કર્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 04:15 PM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ઘરફોડ ચોરીમાં ગયેલા રૂ. ૬,૯૩,૦૫૫/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના મૂળ માલિકને પરત કર્યા છે..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહીમાં ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલા રૂ. ૬,૯૩,૦૫૫/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના મૂળ માલિકને સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી..

નાયબ પોલીસ અધિક્ષક ખેડબ્રહ્મા વિભાગ ડૉકટર કુલદીપ નાયીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.સાઘુના નેતૃત્વ હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાહિત બનાવ નંબર ૧૧૨૦૯૦૨૮૨૬૦૬૧૪/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૧(૪) તથા ૩૦૫(એ) મુજબના ગુનામાં આ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. રિકવર થયેલા મુદ્દામાલમાં સોનાની પેન્ડલવાળી ચેન, સોનાની માળા, સોનાનું ડોકિયું, ત્રણ સોનાની બુટ્ટીઓ અને એક ચાંદીનો છડો તેમજ ચાંદીનો સમાવેશ થાય છે.
📲Get App